દિલ્હીના તિલક નગર વિસ્તારમાં એક કારના શોરૂમમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શોરૂમમાં લગભગ 15 રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર છે. બદમાશોએ 12 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાની દિલ્હીના તિલક નગર વિસ્તારમાં ફ્યુઝન કારના શોરૂમમાં હુમલાખોરોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોનું કહેવું છે કે હુમલાખોરો હથિયારોથી સજ્જ હતા. જેઓએ તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ચારેકોરથી વિસ્તારને ઘેરી લીધો હતો.