ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે NASA ના સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટમાં ત્રીજી વખત અવકાશમાં જવાના હતા પરંતુ અવકાશયાન ઉપડવાનું હતું તેના થોડા સમય પહેલા આ મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર સ્પેસક્રાફ્ટના વાલ્વમાં સમસ્યાના કારણે મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે NASA ટૂંક સમયમાં આ મિશનની નવી તારીખ જાહેર કરશે.
સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી છે અને તેનો જન્મ 1965 માં થયો હતો. એવું કહેવાય છે કે સુનીતા વિલિયમસન અમેરિકન નેવલ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ છે અને ગ્રેજ્યુએશન પછી તેણે NASA સાથે કામ કરવાનું શરૂ કર્યું. સુનીતા અત્યાર સુધીમાં બે વખત અવકાશની સફર કરી ચૂકી છે અને 30 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ સાથે 3000 કલાકનો ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે.