દેશમાં લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે દેશમાં કેટલીક જગ્યાએ આતંકવાદી હુમલાનો ભય વધી રહ્યો છે. જયપુરમાં એરપોર્ટ પછી હવે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા દિલ્હી અને અમદાવાદમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
જયપુરની ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા મળેલી ધમકી બાદ પોલીસ દોડતી થઇ છે. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી અને સ્કૂલના સ્ટાફને સ્કૂલની બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સાથે પોલીસ ટીમ સ્કૂલમાં પહોંચી ગઇ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.





