મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના માહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડલ કચર ગામની જણાવવામાં આવી રહી છે. એસપી મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
એસપીએ જણાવ્યું હતું કે હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત તેના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી 100 મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે.