રાજકોટ અગ્નિકાંડ બાદ ડીજીપી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. જેમાં સુરક્ષામાં બેદરકારી રાખનાર ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. જેને પગલે અમદાવાદમાં 4 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજ્યનાં તમામ પોલીસ કમિશ્નર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને કડક સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયા બાદ સૂચના અપાઈ હતી. જે બાદ અમદાવાદ પોલીસ દ્વારા ગેમ ઝોનમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.