Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હુમલાથી થાક્યું હમાસ : બંધકોની મુક્તિ માટે તૈયાર

યુદ્ધનો અંત લાવવા ઈઝરાયેલ સામે મૂકી શરત , ઈઝરાયેલે ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવવો પડશે

dharmendravaghela by dharmendravaghela
2024-05-31 11:50:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલ દ્વારા ગાઝામાં રાફાહ પર હુમલા વચ્ચે હમાસે હવે આગળ આવીને ઈઝરાયેલને પૂર્ણરૂપે સમજૂતી કરવાની ઓફર કરી છે. હમાસે કહ્યું કે જો ઈઝરાયેલ ગાઝામાં નિર્દોષ લોકો સામે બોમ્બમારો અને હુમલા કરવાનું બંધ કરી દેશે તો અમે બંધકોની મુક્તિ સહિત પૂર્ણરૂપે સમજૂતી કરવા તૈયાર છીએ.
જોકે હમાસે ઈઝરાયેલ સાથે સમજૂતી કરવા માટે એક મોટી શરત મૂકતાં કહ્યું હતું કે ઈઝરાયેલે ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવવો પડશે. હમાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલે હુમલા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની ટોચની કોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ આદેશ છતાં દક્ષિણ ગાઝા શહેર રાફાહમાં આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે.
હમાસ અને પેલેસ્ટાઈન સમૂહ અમારા લોકોની આક્રમકતા, ઘેરાબંદી, ભૂખમરાં અને નરસંહાર જેવી સ્થિતિઓની સામનો કરીને પણ યુદ્ધવિરામની મંત્રણા ચાલુ રાખી આ નીતિનો હિસ્સો બનવાનું નહીં સ્વીકારે. તેમાં કહેવાયું છે કે આજે અમે મધ્યસ્થીઓને જણાવી દીધું છે કે જો ઈઝરાયેલ ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવી દેશે તો અમારી તત્પરતા એક પૂર્ણ સમજૂતી સુધી પહોંચવાની છે. જેમાં બંને તરફથી બંધકોની મુક્તિ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અગાઉ પણ હમાસ દ્વારા કરાયેલી અનેક ઓફર ઠુકરાવી ચૂક્યું છે અને તે કહી ચૂક્યું છે કે અમે હમાસનો સફાયો કરી નાખવા પ્રતિબદ્ધ છીએ. ઈઝરાયેલે કહ્યું હતું કે અમે રાફાહમાં હુમલો બંધકોને મુક્ત કરાવવા અને હમાસના લડાકૂઓને ધરમૂળથી ખતમ કરી નાખવા માટે કર્યો છે.

Tags: Gazahamas ready to release hostagesisrael
Previous Post

હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષી જાહેર

Next Post

સાગઠીયા અને ઠેબાની મિલ્કતોની તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સાગઠીયા અને ઠેબાની મિલ્કતોની તપાસ

સાગઠીયા અને ઠેબાની મિલ્કતોની તપાસ

કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, ચોમાસાની એન્ટ્રી; રેમલને કારણે ચોમાસું વહેલું

કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, ચોમાસાની એન્ટ્રી; રેમલને કારણે ચોમાસું વહેલું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.