જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કોણે કેટલી રકમનો કર્યો તે દિશામાં સિટ અને એ.સી.બી.દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ થયાનું આજે જાણવા મળ્યું છે. પોલીસ સ્ટાફે મહાપાલિકામાંથી ટી.પી.વિભાગના કર્મચારીઓની કામગીરી, ફરજ અને સત્તાની વિગતો સાથે ટી.પી.સ્ટાફને તેમજ વોર્ડ ઓફિસરોને કેટલો પગાર મળે છે તેની વિગતો પોલીસે મેળવી હતી અને બીજી તરફ પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબાની મિલ્કતોના સ્થળે ધસી જઈને તપાસ આદરી હતી. મનપા તથા અન્ય કચેરીઓના અધિકારીઓને ત્યાં પણ તપાસ શરૂ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.
રાજકોટ અગ્નિકાંડમાં વધુ 2 PIની ક્રાઈમ બ્રાન્ચ કરશે પૂછપરછ
રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડનો મામલે વધુ 2 PIની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે. PI ધોળા અને PI વણઝારાની પૂછપરછ કરાશે. ગેમઝોન શરૂ થયો ત્યારે PI ધોળા તાલુકા પોલીસ સ્ટેશનના PI હતા. PI વણઝારા લાયસન્સ શાખાના PI હતા. કોઈ શંકાસ્પદ ભૂમિકા જણાય તો ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે.