સિંહ વસ્તી ગણતરી નો એક રોચક કિસ્સો વર્ણવી ભાટી એન.એ જણાવ્યું કે, 1995ની સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે સિંહની ગણતરી પાડાનું મારણ આપી થતી તે વખતે એક સિંહનું લોકેશન થતા, ફોરેસ્ટ ખાતાવાળા એ એક પાડો આપ્યો સિંહે તેનું મારણ કર્યું પરંતુ કોઈ કારણોસર તુરંત અમારી સામે દોટ મૂકી, અમે તેનાથી 40થી 50 ફૂટના અંતરે જ એક ઢોરા પર ઊભા હતા. સિંહની વર્તણૂકથી અમો બધા ગભરાય ગયા કે હવે શું થશે પણ અમો બધા મક્કમતાથી ઉભા રહ્યા લાકડીઓ પછાડી તોય બે, ત્રણ વાર ઘૂરક્યું કરી અને અંતે સિંહ જતો રહો. ત્યારે અમોએ હાશ કારો કરી રાહત અનુભવેલી, ખાસ તો ભાવનગર સ્ટેટના મ.કુ. અમારી સાથે હતા આથી કશું અજુગતું થાય તો એ વાતની ચિંતાથી પરેશાન થઈ ગયા હતા. શીવભદ્રસિંહજી ખુબ માયાળુ માનવી હતા, તેમની સાથે ચાર દિવસ ગીરમાં વિતાવેલ. વાંકાનેર સ્ટેટનાં દીકરીના લગન તેમની સાથે થયેલા આથી તેઓ અમારા વાંકાનેરઃ સ્ટેટનાં જમાઈ થતા હતા, તેઓ વાંકાનેરઃ આવે ત્યારે અચૂક મળતા તેઓની વિદાઈથી વન્ય સૃષ્ટિનો એક સિતારો આથમી ગયો પણ તેઓ ની યાદ હંમેશા રહેશે તેમ ભાટી એન. એ જણાવ્યું હતું.