Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર સ્ટેટના મ.કુ., પ્રકૃતિપ્રેમી શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

છેલ્લા ઘણા સમયથી ઉંમરના કારણે તબિયત નાદુરસ્ત હતી, રાજવી પરિવારે નિધન પરત્વે શોક વ્યક્ત કર્યો, બપોરથી સાંજે 5 વાગ્યા સુધી પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રખાશે

dharmendravaghela by dharmendravaghela
2024-05-31 13:17:05
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરના દિવંગત અને પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નાના પુત્ર મ.કુ. શિવભદ્રસિંહજી ગોહિલનું 91 વર્ષની વયે આજે શુક્રવારે નિધન થયું હતું. ભાવનગર સ્ટેટ દ્વારા શિવાબાપાના નિધનની જાણકારી આપી શોક પ્રગટ કરાયો હતો. બોરતળાવના કાંઠે આવેલા વૈભવી ભાવવિલાસ પેલેસ ખાતે તેઓ રહેતા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તબિયત નાદુરસ્ત હતી તેમ જાણવા મળ્યું છે, શિવાબાપાના નિધનના સમાચારથી ગોહિલવાડમાં શોકની લાગણી જોવા મળી હતી.

દેશની અખંડિતતા માટે સૌ પ્રથમ પોતાનું રાજય રાષ્ટ્રના ચરણે ધરી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજી ‘શિવાબાપા’ તરીકે જાણીતા હતા. તેઓ પિતા કૃષ્ણકુમારસિંહજી માફક શાંત અને સરળ સ્વભાવી હતા અને તેમના જેવી જ પ્રતિભા ધરાવતા હતા તેમ નજીકથી પરિચિત લોકોએ જણાવ્યું હતું. આજે શુક્રવારે તેમનું નિધન થતાં ભાવનગર સ્ટેટ દ્વારા શોક પ્રગટ કરાયો છે. બપોરે 1થી 5 સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે ભાવવિલાસ પેલેસ ખાતે રખાશે, જયારે સાંજે 5 કલાકે અંતિમયાત્રા નીકળશે. ભાવનગર રાજવી પરિવારના સમાધી સ્થળ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને બે પુત્રો પૈકી મોટા પુત્ર રાજવી વીરભદ્રસિંહજી હાલ હયાત નથી, તેમના પુત્ર રાજવી વિજયરાજસિંહજી તથા પૌત્ર યુવરાજ જયવિરરાજસિંહજી નિલમબાગ પેલેસ રહે છે, જયારે મ.કુ. શિવભદ્રસિંહજી ભાવવિલાસ પેલેસ ખાતે રહેતા હતા, તેમના ધર્મ પત્નીનું થોડા વર્ષો પૂર્વે અવસાન થયું હતું.

Tags: bhavnagarshivbhadrasinhji passed away
Previous Post

ભ્રષ્ટ અધિકારીઓને મેળાપીપણાથી લોલમલોલ : કોર્પોરેશન, ફાયર, પોલીસ સહિતના 10 વિભાગ જવાબદાર

Next Post

શિવાબાપાને અમો બધા મારણથી માત્ર 50 ફૂટ દૂર ઊભા હતા અને સિંહ અમારી સામે દોડ્યો…., ભાટી એન એ વર્ણવ્યો રોચક કિસ્સો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
શિવાબાપાને અમો બધા મારણથી માત્ર 50 ફૂટ દૂર ઊભા હતા અને સિંહ અમારી સામે દોડ્યો…., ભાટી એન એ વર્ણવ્યો રોચક કિસ્સો

શિવાબાપાને અમો બધા મારણથી માત્ર 50 ફૂટ દૂર ઊભા હતા અને સિંહ અમારી સામે દોડ્યો...., ભાટી એન એ વર્ણવ્યો રોચક કિસ્સો

ભાવનગર સ્ટેટના કુંવર અને પૂર્વ ધારાસભ્ય શિવભદ્રસિંહજી ગોહિલનું અવસાન

ભાવનગર સ્ટેટના કુંવર અને પૂર્વ ધારાસભ્ય શિવભદ્રસિંહજી ગોહિલનું અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.