પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. પોલીસ અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓ તપાસ ચાલુ છે. સોમવાર સવારે કાશ્મીર ઝો પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જાણકારી આપી હતી કે પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં અથડામણ શરૂ થઇ છે. પોલીસ અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
આ પહેલા, કુપવાડામાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાનમાં હથિયારો, દારૂગોળો અને યુદ્ધ જેવા સામાનનો એક મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.





