સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠક ઉપર તેમજ વિધાનસભાની ર પેટા ચૂંટણીમાં ભાજપનો જય જયકાર થઇ રહ્યો છે. અને પ્રારંભથી જ ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. અને ભાજપના આગેવાનો, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઇ રહ્યો છે. જો કે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટના અગ્નિકાંડનો કારણે વિજય ઉત્સવ ભાજપ દ્વારા ઉજવવામાં નહી આવે.
જામનગરમાં પૂનમબેન માડમ, જુનાગઢ ગીર સોમનાથમાં રાજેશ ચુડાસમા, અમરેલીમાં ભરત સુતરીયા ભાવનગર – બોટાદમાં નીમુબેન બંાભણીયા, કચ્છ-મોરબીમાં વિનોદ ચાવડા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરા, પોરબંદરમાં મનસુખ માંડવીયા વિજય તરફઃ વિધાનસભા પેટા ચુંટણીમાં માણાવદરમાં અરવિંદ લાડાણી, પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડીયાની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. ત્રીજા ચોથા રાઉન્ડથી જ આ ઉમેદવારો આગળ વધી ગયા હતા અને આ અહેવાલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે તેમની લીડ એટલી થઈ ગઈ છે કે તેને હવે હરીફ ઉમેદવાર પહોંચી શકે તેવું શક્ય નથી.