ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભાની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજેના મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે. વિધાનસભાની આ પાસે બેઠક પર ભાજપના ઉમેદવારો ની જીત લગભગ નિશ્ચિત બની ચૂકી છે.જો પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બેઠકો પર જીત નહીં મેળવી શકે તો તેનું સંખ્યાબળ વિધાનસભામાં હજુ પણ ઘટી જશે અને સંખ્યાબળ 13 ધારાસભ્યનું થઈ જશે.
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદાવાર ચિરાગ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણીના મેદાને છે. વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર સી.જે.ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ ચૂંટણી લડ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ જામેલો છે. માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણી જે ભાજપના ઉમેદાવાર છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા ચૂંટણી લડી રહ્યા છે.