ભચાઉના લાકડીયા પાસે હાઇવે પર મંગળવારે સાંજે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો. બ્રિજના સમારકામ માટે ચાર રસ્તા પર બનાવેલા ડાઇવર્સનાં કારણે લાઇન ક્રોસ કરી રહેલી ઇકો કાર અને ટ્રેલર વચ્ચેની જોરદાર ટક્કર થતા પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જ્યારે વાહનવ્યવહારને આંશિક અસર થઈ હતી. લાકડીયા પોલીસ ઘટનાસ્થળે પરિસ્થિતિને શાંત કરવામાં અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવા માટે વ્યસ્ત છે.
આ અંગે લાકડીયા પીઆઈ વ જણાવ્યું હતું કે, લાકડીયા બાયપાસના રાધનપુર હાઈવે પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરટેક કરી રહેલી ઈકો કાર સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પાંચ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. મૃતકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તેમજ અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે.