પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની પ્રથમ મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. અમેરિકા પાકિસ્તાનને હરાવી અપસેટ સર્જ્યો હતો.
પાકિસ્તાને અમેરિકાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમેરિકાએ 159 બનાવ્યા. મેચ સુપર ઓવરમાં પરિણમી. સુપર ઓવરમાં અમેરિકાના જોન્સે પહેલા બોલે પાકિસ્તાનના વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર મોહમ્મદને 4 રન ફટકાર્યા હતા. આમિરે 3 વાઈડ બોલિંગ કરી. આમ આવી રીતે USAનો સ્કોર 18 રન સુધી પહોંચી ગયો. હવે પાકિસ્તાન સામે 19 રનનો ટાર્ગેટ હતો. બોલિંગમાં સૌરભ નેત્રાવલકર કે જે 2010માં ભારત તરફથી અંડર-19 રમી ચૂક્યો હતો. તેણે માત્ર એક બાઉન્ડરી આપી. પાકિસ્તાનના ઈફ્તિખાર, ફખર જમાન અને શાદાબ માત્ર 13 રન બનાવી શક્યા હતા. આ રીતે યજમાન અમેરિકાએ 2009ના ચેમ્પિયન પાકિસ્તાનને સુપર ઓવરમાં 5 રનથી હરાવ્યું હતું.