9મી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમજ, I.N.D.I.A. ગઠબંધનમાં પણ બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં દિલ્હીની અશોક હોટલમાં યોજાશે. જેમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત અનેક મોટા નેતાઓ ભાગ લેશે.
બેઠકમાં ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવશે. સાંજે 5.30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે. ખડગે પાર્ટીના નેતાઓ માટે અશોક હોટલમાં ડિનર પણ યોજશે. આ સાથે જ સમાજવાદી પાર્ટીની બેઠક પણ યોજાવાની છે. જેમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના નવા સાંસદોને મળશે.