દેશની રાજધાની દિલ્હીમાં નરેલા વિસ્તારમાં સ્થિત ભોરગઢ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફૂડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી ૩ લોકોના મોત થયા જ્યારે ૬ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ફૂડ ફેક્ટરીમાં સવારે ૩:૦૦ વાગ્યે બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી, જેમાં ૩ લોકો લપેટમાં આવ્યા હતા. ઘાયલોને સત્યવાડી રાજા હરિヘંદ્ર હોસ્પિટલમાંથી મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
નરેલા સ્થિત ફૂડ ફેક્ટરીમાં આગ વિશે પોલીસે જણાવ્યું કે સવારે ૩.૩૫ વાગ્યે PCR કોલ આવ્યો હતો. કોલમાં કહેવામાં આવ્યું હતું કે ફેક્ટરીમાં આગ લાગી છે, કોઈના ફસાયા હોવાની કોઈ માહિતી નથી. તપાસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે સૂકી મગની દાળ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી અને કેટલાક લોકો અંદર ફસાયા હતા. ફાયર વિભાગની મદદથી કુલ નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને નરેલાની લ્ણ્ય્ઘ્ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્રણ ઇજાગ્રસ્તો બાદમાં હોસ્પિટલ પહોંચતા જ મળત્યુ પામ્યા હતા.