ભાવનગર શ્રીગોળીબાર હનુમાનજી મંદિરનાં પ.પૂ સંત શ્રી મદનમોહનદાસજી બાપાનાં ભંડારા પ્રસંગે શ્રી મોરારિબાપુએ પૂજ્ય મદનમોહનદાસ બાપાના સ્વભાવ અને સેવાકીય પ્રવુતિ ને બિરદાવતા કહ્યું હતું કે કોઈના પ્રભાવમાં નહિ, સ્વભાવમાં જીવે તે જ સાચો સાધુ આ પ્રસંગે શ્રી દિલીપદાસજી મહારાજનાં અધ્યક્ષસ્થાને ધર્મસભામાં શ્રીકલ્યાણી માતાજી અને શ્રી સરજુદાસજી બાપુની ચાદર વિધિ યોજાઈ ગઈ.
ગોળીબાર મંદિર ખાતે આજે વહેલી સવાર થી સંતો નું આગમન થયું હતું અને અહી પધારેલા સંતો ના સામૈયા ઢોલ અને નગારા ના નાદ સાથે કરવામાં આવ્યું હતું બ્રહ્મલીન શ્રી મદનમોહનદાસજી મહારાજનાં ભંડારા પ્રસંગે ધર્મસભા, સંત સંમેલન અને મહાપ્રસાદ ઉપક્રમમાં મહામંડલેશ્વરો, સંતો, મહંતો અને સેવકો મોટી સંખ્યામાં જોડાયા.
શ્રી મોરારિબાપુએ પોતાનાં ભાવ ઉદ્બોધનમાં શ્રી મદન મોહનદાસજી બાપુ પ્રત્યેની આધ્યાત્મિક સંબંધની લાગણી અને પ્રસંગોનો ઉલ્લેખ કરી અંજલિ અર્પી હતી આ ધર્મ પ્રસંગે અધ્યક્ષ સ્થાને શ્રી દિલીપદાસજી મહારાજ રહ્યાં તેઓએ સંપતિ અને સંતતિ સારા માર્ગે રહે તે માટે ગુરુકૃપા અનિવાર્ય ગણાવી શ્રી મદનમોહનદાસજી મહારાજને વંદના કરી. શ્રી દિલીપદાસજી મહારાજ એ શ્રી સરજુદાસ બાપુ અને શ્રી કલ્યાણી માતાજી ને આશીર્વચન પાઠવ્યા હતા અને શાલ ઓઢાડી તેમજ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા
શ્રી ગરિબરામદાસજી મહારાજનાં નેતૃત્વ અને સંકલન સાથે આ ભંડારા અને ધર્મ ધર્મસભામાં શ્રીકલ્યાણી માતાજી અને શ્રી સરજુદાસજી બાપુની ચાદર વિધિ યોજાઈ ગઈ.અહી શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, શ્રી મોહનદાસજી મહારાજ, શ્રી લલિતકિશોરશરણજી મહારાજ, શ્રી ઝીણારામજી મહારાજ, શ્રી રમજુબાપુ, શ્રી ઘનશ્યામદાસજી મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, શ્રી રઘુનંદનદાસજી મહારાજ સહિત સંતો, મહામંડલેશ્વરો વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ભાવનગર,ગુજરાત અને દેશભરના મહામંડલેશ્વરશ્રીઓ તેમજ સાધુ સંતો, મહંતો ભાવેનાવાસીઓ તેમજ સેવક સમુદાય મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .આ પ્રસંગે રાજકીય આગેવાનો ,ઉધોગપતિઓ, અને સવેસ્થીઓ પન હાજર રહ્યા હતા શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરનાં મહંત શ્રી મદનમોહનદાસજી મહારાજનાં ભંડારા પ્રસંગે શ્રી વિષ્ણુદાસજી મહારાજ તથા શ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજે ધર્મ ચિંતન આપ્યું હતું.આ ધર્મ પ્રસંગમાં મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક અને સેવક પરિવાર જોડાયેલ. ધર્મસભા સંચાલનમાં નરેશ મહેતાએ સેવા આપી હતી.