Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપે 4 વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી

4 રાજ્યોમાં પ્રભારીઓની કરી નિમણૂંક

dharmendravaghela by dharmendravaghela
2024-06-18 11:25:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી પૂરી થતાં જ ભાજપે વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી સમયમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપે સાત દિગ્ગજ નેતાઓની પ્રભારી તરીકે નિમણુંક કરી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે અત્યારથી જ તૈયારીઓના ભાગ રૂપે ચારેય રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરી છે.
ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભુપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તેમજ અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારીની જવાબદારી સોંપી છે. હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી અને બિપ્લવ દેબને સહપ્રભારી તેમજ ઝારખંડમાં શિવરાજ સિંહ ચૌહાણને પ્રભારી બનાવ્યા છે તો અસમ સીએમ હિમંતા બિસ્વા સરમાને સહપ્રભારીની જવાબદારી સોંપી છે. જમ્મુ-કાશ્મીરની જવાબદારી કિશન રેડ્ડીને સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષના અંતે સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં રાજ્યની 288 બેઠકો પર ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી યોજાઈ શકે છે. તો ઝારખંડમાં પાંચમી જાન્યુઆરી-2025ના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. 81 બેઠકો ધરાવતા રાજ્યમાં ગત વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બર અથવા તે પહેલા ચૂંટણી યોજાવાની સંભાવના છે.
હરિયાણામાં ત્રણ નવેમ્બર-2024ના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગત વખતે અહીં ઓક્ટોબર-2019માં ચૂંટણી યોજાઈ હતી, તેથી આ વખતે પણ ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર-2024 સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર અથવા તે પહેલા વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ શકે છે.

Advertisement
Tags: bjp prabharifour state electionindia
Previous Post

રેલવે મંત્રી બાઈક પર બેસી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા

Next Post

આસામમાં CM સહિત સરકારના અધિકારીઓને નહીં મળે મફતમાં વીજળી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
આસામમાં CM સહિત સરકારના અધિકારીઓને નહીં મળે મફતમાં વીજળી

આસામમાં CM સહિત સરકારના અધિકારીઓને નહીં મળે મફતમાં વીજળી

સાબરમતી જેલમાંથી લોરેન્સે પાકિસ્તાની ડોનને કર્યો કોલ ? વીડિયો વાયરલ

સાબરમતી જેલમાંથી લોરેન્સે પાકિસ્તાની ડોનને કર્યો કોલ ? વીડિયો વાયરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.