રાજસ્થાનનું જોધપુર રમખાણોની આગમાં ધગધગી ઉઠ્યું હતું, જોધપુરમાં વિવાદિત જમીન પર ગેરકાયદે બાંધકામને લઈને બે સમુદાયો સામસામે આવી ગયા હતા. આ પછી, બંને પક્ષોએ કલાકો સુધી ઇંટો અને પથ્થરોની રમઝટ બોલાવી, જે દરમિયાન એક પક્ષે બીજી બાજુના ઘરો પર પથ્થરમારો કર્યો. તેમજ દુકાનને આગ ચાંપી દીધી હતી.જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તો બદમાશોએ પોલીસ ટીમ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જમીન જેના પર ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હતું. ઇન્ડિયા ટીવીના અહેવાલ મુજબ હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે ૧૫ વર્ષ પહેલા આ જમીન પર બાંધકામ નહીં કરવા માટે કરાર થયો હતો, પરંતુ તાજેતરમાં મુસ્લિમ પક્ષે કરાર તોડી બાંધકામ શરૂ કર્યું હતું. હિન્દુ પક્ષે તેનો વિરોધ કર્યો હતો. આ પછી બીજા સમુદાયના લોકોએ તેના પર ઈંટો અને પથ્થરોથી હુમલો કર્યો.