હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની વધુ પ્રગતિ માટે અનુકૂળ સ્થિતિ બતાવતા આઇએમડીએ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આઇએમડીએ એમ પણ કહ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ શનિવારે પૂર્વ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે. સ્કાયમેટ વેધરના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના ઉત્તરીય જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. આસામમાં સ્થિતિ પહેલાથી જ બગડેલી છે અને હવામાન વિભાગે આસામ તેમજ પડોશી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ અને 16 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર, પંજાબ અને હરિયાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, દક્ષિણ અને મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ અથવા વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.