સંસદમાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પડકાર તો આપ્યો જ, પરંતુ તેઓ આ અંગે ખૂબ જ ગંભીર પણ છે. આથી તેઓ આજે ગુજરાતમાં કાર્યકરો વચ્ચે પહોંચશે.
આજે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી સૌ પ્રથમ રાજીવ ગાંધી ભવન પર જશે. જ્યાંથી તેઓ જગન્નાથ મંદિર જશે. તેમજ તાજેતરમાં જ રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલ કોંગ્રેસનાં કાર્યકરો સાથે મુલાકાત કરશે. તેમજ ત્યાર બાદ બહુચર્ચિત રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાનાં પીડિતો સાથે મુલાકાત કરશે. 7 જુલાઈથી ભગવાન જગન્નાથની યાત્રા શરૂ થઈ રહી હોવાથી શક્તિસિંહ ગોહિલે તેમને શનિવારે એટલે કે 6 જુલાઈએ અમદાવાદમાં કાર્યકરોને મળવા આમંત્રણ આપ્યું છે. હવે રાહુલ 6 જુલાઈએ ગુજરાત જશે અને કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોને મળશે અને ગુજરાત પ્લાન-2027 લોન્ચ કરશે.
રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ
1.00 વાગ્યે: વાસણા પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસ કાર્યકરોની મુલાકાત
1.30 વાગ્યે: અમદાવાદના કોંગ્રેસ ભવનમાં કાર્યકરોને સંબોઘશે
2.00 વાગ્યે: અમદાવાદના કોંગ્રેસ ભવનમાં પોલીસ કસ્ટડીમાં રહેલા કાર્યકરોના પરિવારોને મળશે
2.30 વાગ્યે: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોને અમદાવાદના કોંગ્રેસ ભવનમાં મળશે