કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ-કાશ્મીર (J&K ) ને લઇને ખુબ જ મહત્વનો ફેંસલો કર્યો છે જેમાં લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો થયો છે. તેમને હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જેવી સત્તા આપવામાં આવી છે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો છે. આ સુધારા બાદ હવે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીના એલજી જેવા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ જેવા નિર્ણયો લઈ શકશે.
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. હવે જમ્મુ-કાશ્મીરના એલજીને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર એલજીની પરવાનગી વિના ટ્રાન્સફર પોસ્ટિંગ કરી શકશે નહીં. ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સુધારેલા નિયમોને સૂચિત કર્યા છે. જેમાં LGને વધુ પાવર આપવા માટે નવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જો કે જમ્મુ અને કાશ્મીરમાં પુનઃગઠન થયું ત્યારથી ચૂંટણીઓ યોજાઈ નથી, પરંતુ જ્યારે પણ ચૂંટણી થાય છે અને સરકાર રચાય છે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ચૂંટાયેલી સરકાર કરતાં વધુ સત્તા હશે. આ સત્તાઓ દિલ્હીના એલજી પાસે હોય તેવી જ છે.જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સુધારેલા નિયમોમાં જે મુદ્દો ઉમેરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે:-
42A – અધિનિયમ હેઠળ ‘પોલીસ’, ‘પબ્લિક ઓર્ડર’, ‘ઓલ ઈન્ડિયા સર્વિસ’ અને ‘એન્ટિ-કરપ્શન બ્યુરો’ (ACB) ના સંબંધમાં નાણા વિભાગની પૂર્વ સંમતિની આવશ્યકતા ધરાવતી કોઈપણ દરખાસ્ત મંજૂર અથવા નામંજૂર કરવામાં આવશે નહીં સિવાય કે જ્યાં સુધી તેને મુખ્ય સચિવ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ મૂકવામાં ન આવે.
42B- કાર્યવાહીની મંજૂરી આપવા અથવા નકારવા અથવા અપીલ દાખલ કરવા અંગેની કોઈપણ દરખાસ્ત કાયદા વિભાગ દ્વારા મુખ્ય સચિવ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ મૂકવામાં આવશે.