Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના વિરલ આશરાએ આપી હતી

વાઘોડિયા રોડ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા વિરલને ઝડપી મુંબઈ લઇ ગઈ

dharmendravaghela by dharmendravaghela
2024-07-16 11:52:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન સહિત દેશ વિદેશની અનેક મોટી હસ્તિઓ જેમાં હાજરી આપવાના હતા એ અનંત અંબાણીના લગ્ન પ્રસંગે બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરાના યુવકને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ધમકી આપનારની શોધખોળ શરૂ થઈ હતી. આ ટ્વીટ વડોદરાનાં યુવકે કર્યું હોવાનુ બહાર આવતા મુંબઈ પોલીસે વાઘોડિયા રોડ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા વિરલને ઝડપી મુંબઈ લઇ ગઈ છે.

મુંબઈનાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતે આવેલા જીઓ કન્વેંશન સેન્ટરમાં રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 થી 15 દરમિયાન યોજાયા હતા. એ દરમિયાન 13 તારીખે સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ધમકી મળી હતી જેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની માહિતી અપાઈ હતી. અંબાણીના લગ્ન પ્રસંગે પ્રધાનમંત્રીથી માંડી ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ હસ્તીઓ સહિત રમત ગમતનાં ખેલાડીઓ હાજરી આપવાના હતા જેને લઈને સોશિયલ મીડિયા પર ઉચ્ચારવામાં આવેલી આ ધમકીને મુંબઈ પોલીસે ગંભીરતાથી લીધી હતી. અને લગ્ન સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર ધમકી આપનાર ની શોધખોળ મુંબઈ સાયબર ક્રાઈમ વિભાગે શરૂ કરી હતી.બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે આવેલા જીઓ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ મૂકી દેવામાં આવ્યો છે એવી ધમકીનાં પગલે પોલીસે લગ્ન સ્થળ અને એની આજુબાજુના વિસ્તારમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ની મદદ થી ખૂણે ખૂણો તપાસી લીધો હતો અને લગ્ન સ્થળ ઉપર લગાવેલા મેટલ ડિરેક્ટર ની સંખ્યા વધારી દેવામાં આવી હતી અને દરેક માટે સુરક્ષા ચકાસણીમાંથી પસાર થવું ફરજિયાત બનાવી મુંબઈ પોલીસના ચુનંદા અધિકારીઓ અને જવાનોને સુરક્ષામાં લગાવી દેવાયા હતા.

Tags: ambani family wedingBomb dhamakiMumbaivadodara man arreest
Previous Post

ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિયઃ : 17 અને 18 જુલાઈ મેહુલિયો ક્રિઝ પર બરાબરની બેટિંગ કરવા તૈયાર

Next Post

દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં 2 આરોપીઓની ધડપકડ, 5 ફરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં 2 આરોપીઓની ધડપકડ, 5 ફરાર

દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં 2 આરોપીઓની ધડપકડ, 5 ફરાર

યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના સામે પોલીસ ફરિયાદ

યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના સામે પોલીસ ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.