Thursday, November 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

નિવૃત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન

ગુજરાત સરકારમાં નીતિ વિષયક બાબતોમાં તેમનો મોટો ફાળો

aaspassdaily by aaspassdaily
2024-07-27 10:22:18
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસકે) નંદા (68) નું શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા. તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટીંગ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે થયું હતું. તેમની કારકિર્દીમાં તેમણે એવા ઘણાં નિર્ણયો લીધા હતા કે જે લોકોની સુખાકારી માટે મહત્વના હતા.
પહેલી ફેબ્રુઆરી 1956માં જન્મેલા ડૉ. નંદાએ રાજ્ય સરકારની ફરજો દરમ્યાન અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. મૂળ જગન્નાથ પુરી (ઓરિસ્સા)ના વતની એવા નંદાએ નિવૃત્તિ પછી ગાંધીનગરમાં વસવાટ પસંદ કર્યો હતો. ઓરિસ્સાના ગુજરાતમાં વસતા નાગરિકો માટે તેમણે ગાંધીનગર પાસેના અડાલજમાં પુરીની રેપ્લિકા જેવું ભગવાન જગન્નાથનું મંદિર નિર્માણ કર્યું હતું.આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે. ભૂજના ભૂંકપની રાહત કામગીરીની દેખરેખ રાખવા માટે અને વિનાશ બાદ રોગચાળો ફેલાય નહીં તેની ખાતરી કરવા માટેની નોંધ લેવાઇ હતી. સરકારની નીતિ વિષયક બાબતોથી આયુર્વેદ, આદિજાતિ વિકાસ અને રક્તદાનમાં તેમનો મોટો ફાળો રહ્યો છે.
રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં કોમ્યુનિકેશન ન હતું ત્યાં હેમ રેડિયો સિસ્ટમનો તેમણે આવિશ્કાર કર્યો હતો. 1978 બેચના અધિકારી એસકે નંદાએ ફિલ્ડ લેવલે ડાંગ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લાઓમાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે કામ કર્યું હતું. 1984માં પાણીની અછત, 1985-86માં દુષ્કાળની પરિસ્થિતિ અને આપત્તિઓના સમયમાં તેમણે આરોગ્ય, જળ, કાયદો અને વ્યવસ્થા, પર્યાવરણ તેમજ વનીકરણ ક્ષેત્રે ઉમદા કામ કર્યું છે.

Previous Post

મૃત્યુનોંધ 26-07-24

Next Post

મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી :અનેક લોકોનાં દટાયા હોવાની શક્યતા

aaspassdaily

aaspassdaily

Related News

ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ
તાજા સમાચાર

ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ

November 5, 2025
ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’ GSTની આવકમાં તોતિંગ વધારો
તાજા સમાચાર

ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’ GSTની આવકમાં તોતિંગ વધારો

November 5, 2025
ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI
તાજા સમાચાર

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI

November 4, 2025
Next Post
મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી :અનેક લોકોનાં દટાયા હોવાની શક્યતા

મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી :અનેક લોકોનાં દટાયા હોવાની શક્યતા

કુપવાડામાં આતંકી હુમલો : 3 જવાન ઘાયલ

કુપવાડામાં આતંકી હુમલો : 3 જવાન ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.