શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્મ્ય છે. દેવોના દેવ મહાદેવની પૂજા-આર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સમાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 150થી 200 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી પણ શક્યતા છે. ગુલાબના ફૂલ હાલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ 150થી 200 રૂપિયા પહોંચ્યો છે.