ભારતે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય મેડલ શૂટિંગમાં જીત્યા છે. પરંતુ આજે નીરજ ચોપડા ભાલા ફેંકમાં સુવર્ણ ગોલ્ડ મેડલ માટે ઉતરવાનો છે. એ દેશને ચોથો મેડલ અપાવી શકે છે. 13મા દિવસે એટલે કે આજે એથ્લેટિક્સ, ગોલ્ફ, કુસ્તી અને હોકીની મેચો યોજાવાની છે.
ગેમ્સના સૌથી મોટા મહાકુંભ, પેરિસ ઓલિમ્પિકમાં આજે 8 ઓગસ્ટે ભલા ફેંકની ઇવેન્ટમાં સ્ટાર નીરજ ચોપરા ઉતરવાના છે. તે આજે દેશને આ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ અપાવી શકે છે. આ સિવાય ભારતીય પુરુષ ટીમ હોકી પણ બ્રોન્ઝ મેડલ મેચ રમવા મેદાન પર ઉતરશે. ભારતીય પુરુષ ટીમે આ મેચ સ્પેન સામે રમવાની છે.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગ માટે આવ્યા છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે જ મિક્સ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.