રાજ્યમાં એક પછી એક ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં બિનઅધિકૃત ગેરહાજર રહેલા 33 શિક્ષકોને બરત તરફ કરવામાં આવ્યા છે. જેની એક યાદી સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાંચ જેટલા શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે લાંબા સમયથી ફરજમાં લાપરવાહી દાખવી રજા પર ઉતરેલા હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં બે, કાંકરેજ તાલુકામાં બે અને વાવમાં એક મળી કુલ 5 શિક્ષકો છેલ્લા એક વર્ષથી સળંગ રજા ઉપર હોય આ શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રિપોર્ટ તૈયાર કરી કારણદર્શક ખુલાસો રજૂ કરવા ત્રણ ત્રણ વાર નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં આ શિક્ષકો દ્વારા કોઈ જ પ્રત્યુતંર આપવામાં ના આવતા ફરજમાં ગુલ્લી મારતા પાંચ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આખરી નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ ખુલાસો રજૂ કરવા નહીં આવે તો આ 5 શિક્ષકોના ફરજ મોકૂફી હુકમો કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે ફરજમાં ગુલ્લી મારી એક વર્ષ કરતા વધુ સળંગ ગેરહાજર રહેતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જિલ્લાના 5 શિક્ષકોને તાલુકા કક્ષાએ 3-3 વાર નોટિસો આપવા છતાં આ શિક્ષકો દ્વારા પ્રત્યુતર આપવામાં ના આવતા આ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આખરી નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં પણ શિક્ષકો જવાબ રજૂ કરવામાં નહીં આવે તો તેમની સામે ફરજ મોકૂફીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.