કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અલગ અલગ રાજ્યોમાં થનારી ચૂંટણીને ધ્યાને રાખી અલગ અલગ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વની નિમણુંકો કરી છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તારિક અહેમદ કરરાની નિમણુંક કરી છે. જયારે તારા ચાંદ અને રમન ભલ્લાને જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ કાઝી મોહમ્મદ નિઝામુદ્દીન નેશનલ મીડિયા કોઓર્ડિનેટર (કાશ્મીર) અને અમિતાભ દૂબેની નેશનલ મીડિયા કોઓર્ડિનેટર (જમ્મુ) તરીકે નિમણુંક કરી છે. જયારે ઓનિકા મેંહોત્રને કોઓર્ડિનેટર (જમ્મુ), અબ્બાસ હાફિઝ કોઓર્ડિનેટર (કાશ્મીર) તરીકે જવાબદારી સોંપી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ આલોક શર્માની નેશનલ મીડિયા કોઓર્ડિનેટર તથા શુભાષિની યાદવ, અમિત બાવા સૈની, હર્મન સિંઘની કોઓર્ડિનેટર તરીકે નિમણુંક કરી છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કેશવ મહતો કમલેશની નિમણૂક કરી છે અને રામેશ્વર ઓરાંને ઝારખંડમાં કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યો અને વિશેષ આમંત્રિતો તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે જેમાં બાલાસાહેબ થોરાટ અને મહોમ્મદ આરીફ નસીમ ખાનનો સમાવેશ થાય છે જયારે સૈયદ મુઝફ્ફર હુસૈનને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.