Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકાના વિઝાનું સ્વપ્ન બતાવી રૂ. 1.34 કરોડની ઠગાઇ

ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

dharmendravaghela by dharmendravaghela
2024-08-17 11:57:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના ગોરવા ગેંડા સર્કલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર અને મહિલા સહિત અન્યને વિદેશમાં નોકરી માટેના વિઝા અપાવવાની લાલચ આપીને રુ. 1.34 કરોડ પડાવી લીધા હતા. મોટી રકમ મેળવ્યા બાદ પણ ગઠીયાએ વિઝા માટેની કોઈ પ્રોસેસ કરી ન હતી. વિઝા નહી મળતા આખરે લોકોએ તેની પાસે રૂપિયા માંગતા તે પણ તેણે પરત કર્યા ન્હતા. આખરે મામલો ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જ્યાં ઠગના વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા હરિધામ ફ્લેટમાં રહેતા જીગ્નેશકુમાર સુર્યકાંત પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ લેબર કોન્ટ્રાક્ટર છે. 23 એપ્રિલ ના રોજ ન્યુઝ પેપરમાં એક જાહેરાત આવી હતી જેમાં અમેરીકામાં રહેતા પટેલ ફેમીલીને રસોઈ કામ તથા નાનુ બાળક સાચવવા માટે બહેન જોઇએ છે, તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓના પત્ની પ્રતિમા પટેલને અમેરીકા ખાતે નોકરી માટે જવાનું હોવાથી મોબાઈલ નંબર પર ફોન કરતા હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્ર પટેલ સાથે વાત કરી હતી. બાદમાં તેણીને અમેરીકા ખાતે નોકરી માટે મોકલવા જણાવી ગેંડા સર્કલ સારાભાઈ કેમ્પસ ખાતેની ઓફિસે બોલાવ્યા હતા.
જેથી દંપતી રૂબરૂ મળવા ગયા હતા. ત્યારે મહિલાને અમેરીકા ખાતે મોકવા અંગેનો ખર્ચ રૂ. 7 લાખ જણાવવામાં આવ્યો હતો. જે બાદ દંપતીએ હેમલ પટેલને ટુકડે ટુકડે સાત લાખ રૂપિયા પુરા ચૂકવી દીધા હતા. પરંતુ દોઢ માસ જેટલો સમય થયો હોવા છતાં હેમલ પટેલે અમેરીકા ખાતે નોકરી માટે મોકલ્યા ન્હતા કે તેઓની કોઈ પ્રોસેસ કરી ન્હતી. જેથી વારંવાર રૂપિયા માંગતા તેણે એમને 1.50 લાખ પરત આપ્યા હતા. બાકીના એક લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સસરા કનુભાઈ પટેલના નામનો પે ઓડર બનાવી આપ્યો હતો. વેરીફાઈ કરાવતા પે ઓર્ડર ખોટો નીકળ્યો હતો અને તે બાકીના રૂ.5.50 લાખ આપતો ન્હતો.
તેની પાસે રૂપિયાની માંગણી કરતા તેણે ગાળો આપી, અને પૈસા નહી મળે તારાથી પાય તે કરી લેજે, અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુજાવવાનો વારો આવશે, તેવી મને ધમકી આપી હતી. ઉપરાંત વીઝા એજન્ટ હેમલ પટેલ આણંદ જિલ્લાના દાઓલ ગામે રહેતા સવિતાબેન રમેશભાઈ પટેલ પરીવારના સભ્યોને અમેરીકા ખાતે નોકરી માટેના વર્ક વિઝા અપાવવાના બહાને 1.25 કરોડ તથા સંધ્યા સમીર વૈજાપુરકર (રહે.રાજરત્ન સોસાયટી પોલો ગ્રાઉન્ડ વડોદરા) ને પણ અમેરીકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને તેમની પાસેથી રૂ.4.34 લાખ જેટલી રકમ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આમ હેમલ પટેલે બે મહિલા સહિત ત્રણ લોકો સાથે વિદેશમાં નોકરી અપાવવાની લાલાચ આપીને 1.34 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાથી ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે.

Tags: us visa fraud arrestvadodara gorava police
Previous Post

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા

Next Post

પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું

પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું

ઝારખંડમાં 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા

ઝારખંડમાં 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.