સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાંસુદાનની અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ એ સિન્નર પ્રાંતના જલકની ગામમાં નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરીને એક ભયાનક નરસંહાર આચર્યો છે. આ ઘટનામાં અંદાજે 80 લોકો માર્યા ગયા છે. RSF ના મિલિશિયા ગામમાં છોકરીઓનું અપહરણ કરવા આવ્યું હતું, જેનો ગ્રામજનોએ વિરોધ કરતાં RSF એ ગોળીબાર કરી દીધો હતો.
સિન્નર પ્રાંત જૂનથી RSF ના નિયંત્રણ હેઠળ છે. RSF રાજધાની સિંગાને પણ નિયંત્રિત કરે છે, જ્યારે સુદાનની સેના પૂર્વી સિન્નરના વિસ્તારોને નિયંત્રિત કરે છે. આ સંઘર્ષને કારણે 7 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સુદાનમાં 15 એપ્રિલ 2023થી સુદાનની સેના અને RSF વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 16,650 લોકોના મોત થયા છે. અમેરિકા, સાઉદી અરેબિયા અને સ્વિટ્ઝર્લેન્ડની મધ્યસ્થીથી યુદ્ધવિરામની વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ સુદાનની સેનાએ તેમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.