મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમે પણ પોતાની ભારત મુલાકાત દરમિયાન ઝાકીર નાઈકને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત નાઈક વિરુદ્ધ પૂરતા પુરાવા આપે તો તેમની સરકાર નાઈકને ભારતને પ્રત્યાર્પણ કરવા અંગે વિચારી શકે છે. પીએમ મોદી સાથેની તેમની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધોને અસર ન થવી જોઈએ. હું માનું છું કે આ એક મુદ્દો આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવાના માર્ગમાં ન આવવો જોઈએ.
તેમણે ઝાકીર નાઈકના પ્રત્યાર્પણ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો પૂરતા પુરાવા રજૂ કરવામાં આવશે તો તેઓ ઝાકિર નાઈક વિરુદ્ધ કાર્યવાહી કરવા પર વિચાર કરી શકે છે. મલેશિયન વડાપ્રધાને ભારતની ભૂમિ પરથી લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારને ‘કેટલાક ગંભીર મુદ્દાઓ’નો સામનો કરવો પડે છે જેમાં એક મુદ્દો લઘુમતીઓ અને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ છે.