Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે : CJI

કોલકાતા રેપ-મર્ડર કેસ : સુપ્રીમમાં સુનાવણી શરૂ, CBIએ સ્ટેટ્સ રિપોર્ટ સોંપ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-08-22 12:14:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટરનો રેપ-હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ ચાલી રહી છે.​​​​​​​ CJIએ કોલકાતાની ઘટના પર સુનાવણી દરમિયાન કહ્યું- ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે. CJIએ કહ્યું- જો તમે કામ પર પાછા નહીં ફરો તો જાહેર વહીવટી માળખું કેવી રીતે કાર્ય કરશે? રેસિડેન્ટ ડોકટરોને નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)માં સામેલ કરવામાં આવશે નહીં. CJIએ કહ્યું- હું હોસ્પિટલોની હાલત જાણું છું. મારા પરિવારનો એક સભ્ય બીમાર હતો ત્યારે હું પોતે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો.
ટ્રેઈની ડૉક્ટરનો રેપ-હત્યા કેસમાં CBIએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે 9 દિવસની તપાસમાં અત્યાર સુધી શું માહિતી મળી છે. આ તરફ પશ્ચિમ બંગાળ સરકારે પણ હત્યા અને હોસ્પિટલમાં તોડફોડની અત્યાર સુધીની તપાસ પર પોતાનો સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે. એજન્સી કોર્ટને જણાવશે કે 9 દિવસની તપાસમાં અત્યાર સુધી શું માહિતી મળી છે. કલકત્તા હાઈકોર્ટે 13 ઓગસ્ટે રેપ-હત્યાનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો. 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે CBIને તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસને 14-15 ઓગસ્ટની રાત્રે હોસ્પિટલમાં થયેલી તોડફોડની તપાસ રિપોર્ટ સોંપવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બેદરકારી દાખવવા બદલ પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ઠપકો પણ આપ્યો હતો. 14-15 ઓગસ્ટની રાત્રે, ડૉક્ટરોના શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન હજારોનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું. ટોળાએ ડોકટરો અને મેડિકલના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઘટના સમયે કોલકાતા પોલીસ શું કરી રહી હતી?
ડોક્ટરોના વકીલ કહ્યું, ડોક્ટરોને 48-48 કલાક ડ્યૂટી કરવા પડે છે. આવી સ્થિતિમાં, તમે ન તો શારીરિક અને માનસિક રીતે એવી સ્થિતિમાં હોવ છો કે તમે તમારી સાથે થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરી શકો. જ્યારે હું ગંભીર ગુનાઓની વાત પણ નથી કરતો. CJI કહ્યું, અમને ઘણા બધા ઈમેલ મળ્યા છે જેમાં ડૉક્ટરોએ કહ્યું છે કે તેમના પર ઘણું દબાણ છે. 48 કે 36 કલાકની ડ્યુટી સારી નથી. અમે તેને આજે અમારા ઓર્ડરમાં ઉમેરીશું.

Advertisement
Tags: cji apeal doctor join his workdelhi
Previous Post

ભારત નાઈક વિરુદ્ધ પૂરતા પુરાવા આપે : મલેશિયાના વડાપ્રધાન ઈબ્રાહિમ

Next Post

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ

ભાવનગરમાં એરપોર્ટ રોડ, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ વિસ્તારમાંથી દબાણો હટાવાયા

ભાવનગરમાં એરપોર્ટ રોડ, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ વિસ્તારમાંથી દબાણો હટાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.