Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

શિખરે લખ્યું- હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું

dharmendravaghela by dharmendravaghela
2024-08-24 11:36:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે ODIમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર હતો. પોતાની નિવૃત્તિનો વીડિયો પોસ્ટ કરતા શિખરે લખ્યું- હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ…
​​​​​શિખર ધવને 1 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં કહ્યું- બધાને નમસ્કાર… આજે હું એવા વળાંક પર ઊભો છું. જ્યાંથી પાછળ જુઓ ત્યારે તમને માત્ર યાદો જ દેખાય છે, અને આગળ જુઓ ત્યારે તમે આખી દુનિયા જોઈ શકો છો… મારું હંમેશાં એક જ લક્ષ્ય હતું, ભારત માટે રમવાનું. જે પૂરું થયું, આ માટે હું ઘણા લોકોનો આભાર માનું છું, સૌ પ્રથમ મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારક સિંહા જી…મદન શર્મા જી, જેમની અંડર હું ક્રિકેટ શીખ્યો છું.
ગબ્બરે આ વીડિયોમાં ટીમ ઈન્ડિયામાં રમવાના અનુભવ વિશે આગળ વાત કરી. ધવને કહ્યું- ટીમમાં રમ્યા બાદ મને મારા ફેન્સનો પ્રેમ મળ્યો. પરંતુ કહેવાય છે ને કે કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે. હું પણ એ જ કરવા જઈ રહ્યો છું. આ વાક્ય બોલતાની સાથે જ શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કરી દીધો.
શિખર ધવને આ વીડિયો સંદેશમાં એ પણ કહ્યું હતું કે તેને સુકૂન છે કારણ કે તે દેશ માટે ક્રિકેટ રમ્યો. ધવને કહ્યું- હું BCCI (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) અને DDCA (દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન)નો ખૂબ આભારી છું, જેમણે મને તક આપી અને તમામ ચાહકોને… હું પોતાને પણ એ જ કહી રહ્યો છું કે- મારે એ વાતથી દુઃખી થવાની જરૂર નથી કે હું દેશ માટે હવે નહીં રમું. પરંતુ એ વાતની ખુશી હું મારી સાથે રાખું કે હું દેશ માટે ખૂબ રમ્યો અને એ જ મારી માટે સૌથી મોટી વાત છે.

Tags: indiainternational cricketshikhar dhavan retired
Previous Post

નાસિકમાં મુસ્લીમ ધર્મગુરૂ વિષે ટિપ્પણીના વિરોધમાં ભાવનગરમાં મુસ્લીમ સમાજ દ્વારા આવેદન

Next Post

ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

એક વર્ષમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

એક વર્ષમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.