Friday, July 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભણવું થશે મોંઘું: ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT પ્રોગ્રામ પર ૧ લાખ ડોલરની ફી લાદવાની તૈયારીમાં

ગ્રેજ્યુએશન પછી અમેરિકામાં નોકરી કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓએ ચૂકવવા પડી શકે છે ૮૩ લાખ રૂપિયા સુધીની ફી.

dharmendravaghela by dharmendravaghela
2026-07-31 11:22:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ સરકાર એક મોટો આંચકો આપવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ, યુએસ યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ત્યાં નોકરી કરવાની પરવાનગી મેળવવા માટે વિદેશી વિદ્યાર્થીઓએ 1 લાખ ડોલર (લગભગ રૂ.83 લાખ) ફી તરીકે ચૂકવવા પડી શકે છે.
અમેરિકાની સરકાર આ ફી ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ પ્રોગ્રામ હેઠળ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના સ્ટુડન્ટ વિઝા પર ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 1 થી 3 વર્ષ સુધી અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપે છે. વર્ષ 2024 ના આંકડા મુજબ, લગભગ 4,19,000 વિદેશી વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ હેઠળ યુએસમાં કામ કરી રહ્યા હતા.
ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી વિદેશી વિદ્યાર્થીઓનો અમેરિકા જવાનો ક્રેઝ ઘટી શકે છે. આ પગલાની સીધી અસર યુએસ યુનિવર્સિટીઓની નાણાકીય સ્થિતિ પર પડશે, જે વિદેશી વિદ્યાર્થીઓની ફી પર નિર્ભર છે. આ ઉપરાંત સિલિકોન વેલી અને વોલ સ્ટ્રીટની ટેકનોલોજી અને ફાયનાન્સ કંપનીઓને ટેકનિકલ હોદ્દા માટે યોગ્ય ટેલેન્ટ શોધવામાં ભારે મુશ્કેલી પડશે. અગાઉ ટ્રમ્પ સરકારે H-1B વિઝા પર $1 લાખની લેવી લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોસ્ટનની અદાલતે તેના પર રોક લગાવી દીધી હતી. હવે OPT પર આ ફી લાદીને સરકાર તે જ લક્ષ્ય હાસિલ કરવા માંગે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) માં આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે અને વ્હાઈટ હાઉસની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. આ ફી વિદ્યાર્થીઓ પોતે ભરશે કે તેમને નોકરી આપનાર કંપનીઓ, તે હજુ નક્કી થયું નથી.

Tags: opt programme feestudyUSA
Previous Post

ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા છ લોકોના મોત

Next Post

સિહોરના મઢડા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

dharmendravaghela

dharmendravaghela

Related News

ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા છ લોકોના મોત
તાજા સમાચાર

ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા છ લોકોના મોત

July 31, 2026
ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું
આંતરરાષ્ટ્રીય

ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું

July 31, 2026
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટથી 32 શ્રમિકોના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટથી 32 શ્રમિકોના મોત

July 31, 2026
Next Post
સિહોરના મઢડા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

સિહોરના મઢડા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.