એર ઈન્ડીયા તથા વિસ્તારા એરલાઈન્સના મર્જરનો માર્ગ મોકળો થયો હોય તેમ સીંગાપોર એરલાઈન્સને ભારત સરકારે સીધા વિદેશી મુડીરોકાણની મંજુરી આપી દીધી છે.
સિંગાપોર એરલાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, વિસ્તારા અને એર ઈન્ડીયાના સુચિત મર્જર માટે મૂડી રોકાણ કરવા ભારત સરકારે છૂટ આપી દીધી છે.આ મર્જરને પગલે વિશ્વનું સૌથી મોટુ એરલાઈન્સ ગ્રુપ બની જશે.સીંગાપોર એરલાઈન્સ એર ઈન્ડીયામાં 25.1 ટકાનો હિસ્સો મેળવશે અને ચાલુ વર્ષનાં અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.એરઈન્ડીયાની માલીકી ટાટા ગ્રુપની છે જયારે વિસ્તારામાં 51 ટકા હિસ્સો ટાટા ગ્રુપનો અને બાકીનો 49 ટકા હિસ્સો સીંગાપોર એરલાઈન્સનો છે.સીંગાપોર એરલાઈન્સ દ્વારા જાહેર કરાયા પ્રમાણે સૂચિત મર્જર અંતર્ગત વિદેશી મૂડી રોકાણ માટે ભારત સરકારે છૂટ આપી દીધી છે. મર્જર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયગાળો નકકી કરવા બન્ને પક્ષો દ્વારા વાટાઘાટાનો દોર હવે શરૂ ક્રી દેવામાં આવશે.