કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ અને વર્તમાન સાંસદ અભિજિત ગંગોપાધ્યાય ગઈ રાત્રે ડૉક્ટરોના પ્રદર્શનમાં આવ્યા હતા, પરંતુ તેમનો ઉગ્ર વિરોધ થયો હતો કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને ભીડમાંથી એક વ્યક્તિએ થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ‘ચોર-ચોર’ના નારા લગાવ્યા અને ઘોષને ફાંસી આપવાની માંગ કરી હતી. પોલીસ અને કેન્દ્રીય દળોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ ઘટના મંગળવારે બની હતી. ત્યારબાદ ઘોષને અલીપોર કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યા હતા. તેમના પર આરજી કર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિનો આરોપ છે. હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. કોર્ટે ઘોષ અને અન્ય ત્રણ લોકોને 8 દિવસ માટે CBI કસ્ટડીમાં ધકેલ્યા છે. 2 ઓગસ્ટના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાજ્યના આરોગ્ય વિભાગે ઘોષને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પહેલા 28 ઓગસ્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ સંદીપ ઘોષની સદસ્યતા રદ કરી દીધી હતી.
આરજી કર મેડિકલ કોલેજમાં 8-9 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સામે જુનિયર ડોક્ટરોનું પ્રદર્શન 27 દિવસથી ચાલી રહ્યું છે. તેઓ પોલીસ કમિશનર વિનીત ગોયલના રાજીનામાની માંગ કરી રહ્યા છે.