નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફડાતફડી મચી હતી જોકે તપાસમાં કંઈ મળ્યું નહોતું.
આ અંગેની વિગત મુજબ નવીદિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલા વિમાનમાં બોમ્બ હોવાની મંગળવારે રાત્રે પોલીસને ધમકી મળી હતી. વિશાખાપટ્ટનમ વિમાન મથકના ડાયરેકટર એસ.રાજા રેડીએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસને બોમ્બની ધમકી વાળો કોલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે એર લાઈન અને વિશાખાપટ્ટનમ વિમાન મથકને એલર્ટ કર્યુ હતું. જોકે વિમાનની લેન્ડીંબ બાદ વિમાનની તપાસ કરાઈ તો ખબર પડી કે ખોટો કોલ હતો. તપાસમાં વિમાનમાંથી કંઈ વાંધાજનક નહોતું મળ્યું. વિમાનમાં 107 યાત્રીઓ હતા.