હરિયાણામાં આગામી 5 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. બજરંગ પૂનિયા કોંગ્રેસ સાથે રાજકીય કરિયરની શરૂઆત કરી શકે છે. બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે દિલ્હી સ્થિત રાહુલ ગાંધીના આવાસ પર તેમની મુલાકાત કરી છે.
હરિયાણામાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળતા ફરી એક વખત ચૂંટણી લડવાની ચર્ચા થઇ છે. ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહતો જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતા.
ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહતો જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતા.
વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો આ વખતે પણ લાગી હતી જ્યારે બન્ને રાહુલ ગાંધીને મળ્યા હતા. એક બે દિવસમાં કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી શકે છે.