સુરેન્દ્રનગરનાં તરણેતરના ભાતીગળ લોકમેળા આજથી મંત્રી મુળુભાઈ બેરા અને કુંવરજીભાઇ બાવળિયા ખુલ્લો મૂકશે. રાજ્યમંત્રી મુળુભાઈ બેરા અને કુંવરજીભાઇ બાવળિયા ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરીને મેળાને ખુલ્લો મૂકશે. તરણેતરનાં મેળામાં પશુ મેળો, રાસ ગરબા, હુડો રાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મેળો 09 સપ્ટેમ્બર સુધી યોજાશે.
મેળાને લઈને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં સુરક્ષાને લઈ પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા અને CCTV નો ઉપયોગ પણ કરાયો છે, જેથી મેળામાં બાજ નજર રાખી શકાય. આ વખતે મેળામાં પશુ મેળો, રાસ ગરબા અને હુડો રાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડ્યા સહિતનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.