ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. બંને અધિકારીઓ શ્રીનગરમાં જ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરફોર્સે જણાવ્યું કે બડગામના પોલીસ સ્ટેશને અમારો સંપર્ક કર્યો અમે આ કેસમાં અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ. અમે આ કેસથી વાકેફ છીએ.
FIRમાં મહિલા અધિકારીએ કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી વિંગ કમાન્ડરના હાથે ઉત્પીડન, સેક્સ્યુઅલ અસોલ્ટ અને માનસિક ત્રાસનો સામનો કરી રહી છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ ઓફિસર મેસમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટીમાં ગિફ્ટ આપવાના બહાને વિંગ કમાન્ડર તેને પોતાના રૂમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે રેપ કર્યો.