શેરબજારમાં અભૂતપુર્વ રેકર્ડબ્રેક તેજી વચ્ચે પ્રાયમરી માર્કેટમાં જોરદાર ક્રેઝ ચાલી રહ્યો છે અને તેમાં દેશના પ્રતિષ્ઠિત-જાણીતા બજાજ ગ્રુપે કેટલાંક નવા રેકોર્ડ સર્જયા છે. બજાજ હાઊસીંગ ફાઈનાન્સનો આઈપીઓ અનેકગણો છલકાયો હતો રૂા.6560 કરોડના આઈપીઓ સામે કંપનીમાં 3.2 લાખ કરોડથી વધુની રકમ ઠલવાઈ હતી.
બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આ આઈપીઓમાં શેર મેળવવા માટે 891 લાખ ઈન્વેસ્ટરોએ અરજી કરી હતી તે નવો રેકોર્ડ છે આ પૂર્વે ટાટા ટેકનોલોજીના આઈપીઓએ 73.3 લાખ અરજીનો રેકોર્ડ સર્જયો હતો. બજાજ હાઉસીંગમાં 89 લાખથી વધુ અરજી સાથે 302 લાખ કરોડ રૂપિયા એકત્રીત થયા હતા. આઈપીઓ 67 ગણો છલકાયો હતો અરજીઓની સંખ્યા તથા બુક વેલ્યુ બન્નેમાં નવો રેકોર્ડ થયો હતો.આઈપીઓનાં લીડ મેનેજર એકસીસ કેપીટલનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે સંસ્થાકીય કેટેગરીમાં ભરણુ 222 ગણા કરતા પણ વધુનુ થયુ છે.જયારે હાઈ નેટવર્થ (એસએનઆઈ) કેટેગરીમાં 44 ગણો છલકાયો હતો. બજાજ ફાઈનાન્સ તથા બજાર ફીન સર્વીસનાં શેરહોલ્ડરો માટે અનામત કેટેગરીમાં 17.4 ગણુ ભરણુ થયુ છે. રીટેઈલ ઈન્વેસ્ટર કેટેગરીમાં તે સાત ગણાથી વધુ અને કર્મચારી કેટેગરીમાં બે ગણુ છે.