વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદનું લુસ નીકળશે અને 17મીએ ગણેશ વિસર્જન યોજાશે. જેને કારણે ટ્રાફિક નિયમનથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ માટે પડકાર રૂપ બનશે.
16 સપ્ટેમ્બરે મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમને લઈ 2500 જેટલા પોલીસ કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35 છે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે.