દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. જો કે કોર્ટે CBIની ધરપકડને નિયમ મુજબ ગણાવી હતી. તે 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે.
CBIએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
બે તપાસ એજન્સીઓ (ED અને CBI)એ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. દિલ્હીના CMને ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જો કેજરીવાલને આજે CBI કેસમાં જામીન મળી જશે તો તેઓ 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે