રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક અધિકારીએ આ અંગે ફરિયાદ કરી હતી.
બિટ્ટુ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (2) (ખોટી માહિતી અથવા અફવા ફેલાવવી), 192 (હુલ્લડો ભડકાવવાનો પ્રયાસ) અને 196 (ધર્મ અથવા જાતિના આધારે નફરત ફેલાવવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું મારા નિવેદન માટે માફી નહીં માગુ, પરંતુ સંસદમાં પણ કહીશ કે ગાંધી પરિવારે પંજાબને સળગાવી દીધું. પંજાબમાં અમે અમારી ઘણી પેઢીઓ ગુમાવી છે.
હકીકતમાં, બિટ્ટુએ 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી છે. જે પણ તેમને પકડે છે તેને ઈનામ મળવું જોઈએ કારણ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે.