સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું સંમેલન યોજાયું છે. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતાં જ તેમનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા છે. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે.
સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના એકપણ મોટા નેતા હાજર રહ્યા નથી.
સંમેલનમાં રાજવીઓની હાજરી
વિજયરાજસિંહ ગોહિલ, ભાવનગર
રિદ્ધિરાજસિંહ, દાંતા સ્ટેટ
તુષારસિંહજી બારૈયા, દેવગઢ બારિયા
ધ્રુવ્રરાજસિંહ વાઘેલા, સાણંદ
કેતનસિંહજી ગોહિલ, પાલીતાણા
રઘુવેન્દ્રસિંહ ગોહિલ, દરેડ
વીરભદ્રસિંહ ચુડાસમા, ગાંફા
રઘુવીરસિંહ વાઘેલા, ગાંગડ
દેવેન્દ્રસિંહજી જાડેજા, વીરપુર
કમ્યાસિંહજી ચૌહાણ, સંજેલી
રાજકુમાર કરણસિંહજી, ઇડર
રાજકુમાર સુર્યવિરસિંહજી, ઇડર
ક્રિષ્નાકુમારીબા જાડેજા, ગોંડલ
મહારાણી દિવ્યા જ્યોતિસિંહજી, દાંતા
કુમાર યાદવેન્દ્રસિંહ, ગોંડલ
કુમાર ગોપાલસિંહ દેસાઈ, પાટડી
કુમાર યોગરાજસિંહ ચાવડા, માણસા
પૂંજાબાપુ વાળા, માંડવગઢ