આ નવરાત્રિમાં ખૈલાયો માટે વરસાદ વિધ્ન બની શકે છે. કારણે કે, ચોસાસું હજું પણ જવાનું નામ લઈ રહ્યું નથી. આજે પણ ગાંધીનગર અને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. આગામી સમયમાં પણ વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ નવરાત્રિના રંગમાં મેહુલિયો ભંગ પાડી શકે છે. નવરાત્રિમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ખૈલાયાઓ માટે આ નવરાત્રિ ભારે પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે. જેથી 10-12 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ગુજરાતમાં આ સિઝનમાં સરેરાશ કરતા પણ ખુબ જ વધારે
વરસાદ થયો છે. મોટા ભાગે જોવામાં આવે તો, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદ રહીં જતો હોય છે. પરંતુ આગામી 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાઓ છે. જેથી રાજ્યમાં વરસાદ પણ થઈ શકે છે.