અહીંના ઉખરૂલમાં બે જુથો વચ્ચેની અથડામણ દરમ્યાન આ બન્ને જુથોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો અને પોલીસ સ્ટેશનમાંથી હથીયારોની લુંટ ચલાવી હતી. એક વિવાદીત જમીનની સફાઈ દરમ્યાન બે જુથો વચ્ચે થયેલા ફાયરીંગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. જેમાં 10 લોકોની હાલત નાજુક છે.વિવદીત જમીનમાં સફાઈ મામલે અહી નાગા સમુદાયનાં બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી જેને પગલે શહેરમાં નિષેધાજ્ઞા લાગુ કરાઈ હતી અને મોબાઈલ-ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ઉખરૂલમાં હિંસા ભડકયા બાદ મોટાભાગનાં યુવાનોની ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કરીને સરકારી હથીયારોની લુંટ ચલાવી હતી. જેમાં એકે-47 ઈન્સાસ રાયફલોની લુંટ ચલાવાઈ છે. ઉલ્લેખનીય છે કે જાતીય સંઘર્ષને કારણે આ રાજયોમાં અગાઉ અગાઉ પણ અને પોલીસ સ્ટેશનોમાં હથીયારોની લુંટની ઘટના બની છે. સુત્રના જણાવ્યા અનુસાર નાગા બહુમતી ક્ષેત્રમાં કોઈ પોલીસ સ્ટેશન પર હુમલાની આ પ્રથમ ઘટના છે.