તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે સાંજે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયું હતું. આ કારણે તે જમીન પર ઉતરી શકાતું નથી. આ પ્લેનમાં 140 લોકો સવાર હતા. પાયલોટે હાઇડ્રોલિક ફેલ્યોર અંગે એરપોર્ટને જાણ કરી હતી. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે.
વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે. આ ફ્લાઈટ ત્રિચીથી શારજાહ જઈ રહી હતી. 8:14 કલાકે ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ બેલી લેન્ડિંગ માટે તૈયાર હતું. રહેણાંક વિસ્તારો ઉપરથી ફ્લાઇટ પસાર થવાને કારણે ફ્યુઅલ ડમ્પિંગનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો ન હતો. અગાઉ એરક્રાફ્ટને હળવા બનાવવા માટે ફ્યુઅલ ડમ્પિંગ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જો કે, આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો ન હતો.





