Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાગા, મેઈતેઈ અને કુકી ધારાસભ્યોની આજે દિલ્હીમાં બેઠક

હિંસાનો અંત લાવવા માટે આ પ્રકારની પ્રથમ બેઠક : હિંસામાં અત્યાર સુધીમાં 200ના મોત

dharmendravaghela by dharmendravaghela
2024-10-15 11:53:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગૃહ મંત્રાલયે મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલા વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આજે નવી દિલ્હીમાં મેઈતેઈ, કુકી અને નાગાસમુદાયોના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રાજ્યમાં એક વર્ષથી ચાલી રહેલી હિંસાનો અંત લાવવા માટે આ પ્રકારની બેઠક પ્રથમ વખત બોલાવવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી બેઠકમાં ત્રણ નાગા ધારાસભ્યો હાજરી આપશે, જ્યારે તે હજી સ્પષ્ટ નથી કે મેઇતેઈ અને કુકી સમુદાયોના કેટલા ધારાસભ્યો તેમાં હાજરી આપશે. આ વાટાઘાટો વિરોધાભાસી સમુદાયો વચ્ચે સંવાદ શરૂ કરવા અને સંકટનો ઉકેલ શોધવાના કેન્દ્રના પ્રયાસોનો એક ભાગ છે.
મે 2023 માં મણિપુરમાં ફાટી નીકળેલી જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે. નાગા સમુદાયના ત્રણ ધારાસભ્યો અવાંગબો ન્યુમાઈ, એલ. ડીકો અને રામ મુઇવાહ બેઠકમાં હાજરી આપશે. મુઇવાહ હાલમાં એક અંગત બાબતને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર છે. ત્રણેય ધારાસભ્યો નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના સભ્યો છે, જે રાજ્યમાં સત્તારૂઢ ભાજપના સહયોગી છે.
. વાટાઘાટોમાં ભાગ લેનારા તમામ નાગા, કુકી અને મેઇતેઈ ધારાસભ્યોને ગૃહ મંત્રાલય દ્વારા પત્રો અને ટેલિફોન દ્વારા વ્યક્તિગત રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. અવાંગબો ન્યુમાઈએ ઈમ્ફાલ એરપોર્ટ પર જણાવ્યું હતું કે અમને કેટલીક બાબતો પર ચર્ચા કરવા માટે દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું છે. મને હજુ સુધી ચોક્કસ એજન્ડાની ખબર નથી. અમે શાંતિ લાવવાના તમામ માર્ગો પર વિચાર કરી રહ્યા છીએ. ડિકોએ કહ્યું કે જ્યાં સુધી તમામ સમુદાયો અને લોકો સામેલ નહીં થાય ત્યાં સુધી મણિપુરમાં શાંતિ લાવવી મુશ્કેલ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે મેઘચંદ્રએ કહ્યું કે ઉકેલ સુધી પહોંચવાની કોઈપણ પહેલ સારી બાબત છે, પરંતુ વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

Tags: delhimanipur mla meeting
Previous Post

‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Next Post

ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, AAP વૈજ્ઞાનિક રિપોર્ટ બતાવે : ભાજપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, AAP વૈજ્ઞાનિક રિપોર્ટ બતાવે : ભાજપ

ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, AAP વૈજ્ઞાનિક રિપોર્ટ બતાવે : ભાજપ

કોલકાતા રેપ-હત્યા, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

કોલકાતા રેપ-હત્યા, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.