પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શન નિહાળ્યું હતું. નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંને PMને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે લોકોએ મોદી…મોદી…ના નારા લગાવ્યા હતા. ભારતમાં સ્પેનના સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ કરાશે. સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમે ભારત-સ્પેનની પાર્ટનરશીપની નવી દિશા આપીએ છીએ. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ મિશનને સશક્ત કરવા જઈ રહ્યા છીએ. ટાટાની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. થોડા સમય પહેલા જ દેશના મહાપુરૂષ રતન ટાટાને ખોયા છે. આજે તેઓ હોત તો બહુ જ ખુશ થાત. બે વર્ષ પહેલા ઓક્ટોબરમાં ફેક્ટરીનું ખાતમુહૂર્ત થયું હતું અને આજે ઓક્ટોબરમાં ઉદ્ધાટન થયું છે. અહીં બનતા વિમાન બીજા દેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે.સ્ટાર્ટઅપને ગતિ મળી, એક હજાર નવા ડિફેન્સ સ્ટાર્ટ્પ બન્યા છે. આજે આપણે દુનિયાના 100થી વધુ દેશમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે. એરબસ અને ટાટાની ફેક્ટરીથી ભારતમાં હજારો રોજગારનું નિર્માણ થશે. 18 હજાર મિનિ ફેક્ટરી બનવા જઈ રહી છે. માઇક્રો અને સ્મેલ ઇન્ડસ્ટ્રીઝ આ પાર્ટ બનાવશે. દુનિયાની મોટી એરક્રાફ્ટ કંપનીઓને આપણે પાર્ટ્સ એક્સપોર્ટ કરીએ છીએ. તમે બધાએ છેલ્લા એક દસકમાં ભારતની ટ્રાન્સફર્મેશનને જોયા છે. આપણે પહેલાથી જ ભારતને એવિએશન હબ બનાવવાનું કામ કરીએ છે. ભવિષ્યમાં મેક ઈન ઇન્ડિયા સિવિલ એરક્રાફ્ટનો રસ્તો પણ બનાવશે. ઈન્ડિયા સ્પેન કલ્ચર AIના રૂપમાં 2026માં ઉજવવામાં આવશે. આજની આ ઇવેન્ટ ભારત-સ્પેન વચ્ચે જોઈન્ટ કોલોબ્રેટવાળી છે. સ્પેનિશને આમંત્રણ આપું છું કે, ભારત આવે અને અમારા વિકાસમાં ભાગીદાર બને
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, જો ભારતીય કંપનીઓ વૃદ્ધિ કરવા માંગતી હોય, તો મારા પર વિશ્વાસ કરો, તેઓ સ્પેન પર વિશ્વાસ કરી શકે છે. 2026માં ભારતમાં ઉત્પાદિત પ્રથમ C-295 વડોદરામાં આ પ્લાન્ટ દ્વારા બનાવવામાં આવશે. આ એરક્રાફ્ટ એક છે. સ્પેનિશ અને યુરોપીયન એરોનોટિકલ ઉદ્યોગનું પ્રતિક ભારતની સંરક્ષણ ક્ષમતાઓને આધુનિક બનાવવા માટે યોગદાન આપવા ઉપરાંત, તે ખાસ કરીને ભારતના અગ્રણી ઉત્પાદન કેન્દ્ર એવા હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. ઉચ્ચ લાયકાત ધરાવતા એન્જિનિયરો અને ટેકનિશિયનોની નવી પેઢીને પ્રશિક્ષિત કરવામાં આવશે. હું એવા દેશમાંથી આવું છું જ્યાં 99% કંપનીઓ માઇક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો છે, તેઓ સામાજિક અને પ્રાદેશિક એકતાના પ્રચારમાં ખૂબ જ મૂલ્યવાન ભૂમિકા ભજવે છે.